Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત :વધુ રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા : કુલ કેસ 45,667 થયા : વધુ 10 લોકોના મોત : મૃત્યુઆંક 2091 થયો

સુરતમાં સૌથી વધુ 265 કેસ, અમદાવાદમાં 181 કેસ ,વડોદરામાં 74 કેસ, ભાવનગરમાં 50 કેસ, રાજકોટમાં 25 કેસ, જૂનાગઢમાં 32 કેસ,ભરૂચ 29 કેસઅને ગાંધીનગરમાં નવા 21 કેસ નોંધાયા :વધુ 828 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 32174 દર્દીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 828 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 45,667 થઇ છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11,302 છે. આ એક્ટિવ કેસમાંથી 11,229 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 828 દર્દીઓ સાજા થાત તાહતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ  32174 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2081 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 217 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 168 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ265 થયા છે  અમદાવાદ જિલ્લામાં 181  કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 74 કેસ, ભાવનગરમાં 50 કેસ, રાજકોટમાં 25 કેસ, જૂનાગઢમાં 32 કેસ,ગાંધીનગરમાં નવા 21 કેસ નોંધાયા છે

(8:28 pm IST)