Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કલોલના શેરિસાથી રોડ નજીકથી પોલીસે 100લીટર દારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને દબોચ્યો

કલોલ:શેરિસાથી મોટી ભોંયણ જતા રોડ પરથી ૧૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને પકડી પાડયો હતો. તેમજ રણછોડપુરામાં પણ ઉકળતી ભઠ્ઠી પર પોલીસે દરોડો કરી દેશીદારૂ પકડયો હતો તથા જાસપુરમાંથી પણ પોલીસે દેશીદારૂનો જથ્થો પકડી કાર્યવાહી કરી હતી.

કલોલના ગ્રામ્ય વિસ્તારોમાં દેશીદારૂનું દૂષણ વધી ગયું છે ત્યારે સાંતેજ પોલીસે ત્રણ સ્થળોએ દરોડા કરી દેશીદારૂ તથા વોશનો જથ્થો પકડી પાડયો હતો. શેરિસા રોડ પર પોલીસે બાતમીને આધારે એક રીક્ષાને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ૧૦૦ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા ૨૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષાચાલક મનોજ લાલજીભાઇ વાઘેલા રહે.બાપુનગરની ધરપકડ કરી દારૂ અને રીક્ષા સહિત કુલ રૂપિયા ૩૭૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રણછોડપુરામાં પણ સાંતેજ પોલીસે દરોડો કરી ઉકળતી ભઠ્ઠી પરથી ૧૦૦ લીટર ગરમ વોશ અને ૧૦૦ લીટર ઠંડા વોશ પકડી પાડી તેનો નાશ કર્યો હતો. ભઠ્ઠી પરથી ચાર લીટર દેશીદારૂ પણ મળી આવ્યો હતો. જો કે બુટલેગર મેલાજી રમતુજી ઠાકોર ભાગી છૂટયો હતો. જાસપુરમાં પણ સાંતેજ પોલીસે દરોડો કરી કાળાજી દશરથજી ઠાકોરના ઘરેથી પાંચ લીટર દેશીદારૂ પકડી પાડયો હતો. જો કે પોલીસના આ દરોડાને પગલે બુટલેગર કાળાજી પણ ભાગી છૂટયો હતો. પોલીસે ત્રણેય કેસમાં ગુના દાખલ કરી ફરાર બુટલેગરોની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

(6:29 pm IST)
  • સુરતમાંથી ૧૦૦ જુગારીઓ ઝડપાયાઃ રોકડ, વાહનો સહિત ૮૦ લાખનો મુદામાલ ઝબ્બે : મહિધરપુરા પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર દુર આસીફ નામનો શખ્સ જુગારધામ ચલાવતો : સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રોકડ સહિત ૮૦ લાખનો મુદામાલ કબ્જે access_time 4:02 pm IST

  • સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર જબરદસ્ત વાદળો છવાયાઃ છેલ્લા બે દિવસથી નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થયુ છે. ગઈકાલે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડી સારો એવો વરસી ગયો હતો. આજે સવારની ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપર જબરદસ્ત વાદળો જોવા મળે છે access_time 11:28 pm IST

  • જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તાર કુપવારા ના ટ્રેન સેક્ટરમાં પાકિસ્તાની ત્રાસવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. એક ઘૂસણખોરને ફૂંકી મારવામાં આવ્યો છે, ઓપરેશન ચાલુ access_time 8:00 pm IST