Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વડોદરા:બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાયેલ પતિએ પરિવારના સભ્યો સાથે મળી પત્નીને ઘરમાંથી બહાર કાઢી મુકતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા:બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાયેલા પતિએ પત્ની સાથે શારીરિક સબંધો બાંધવાનું  બંધ કરતાં પત્નીએ મેડિકલ ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી.પરંતુ સાસરીયાંએ પતિનો પક્ષ લઇ પરિણીતાને કાઢી મુકતાં આખરે તેણે મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં રહેતી પરિણીતાના લગ્ન આણંદ નજીક રહેતા ગૌરાંગ પટેલ સાથે થયા હતા.લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો અને ત્યારબાદ પતિએ પત્ની સાથે શારીરિક સબંધો બંધ કર્યા હતા.

બીજી તરફ પરિણીતાને સાસુ-સસરાએ દહેજ માટે મહેણા મારી દાગીના, બાઇક, અને કાર લાવવા દબાણ કરી અત્યાચાર ગુજારવા માંડયો હતો.પરિણીતા જ્યારે પણ પતિને મેડિકલ ટેસ્ટ કરવાની વાત કરે ત્યારે પતિ મારઝૂડ કરતો હતો.

(6:23 pm IST)