Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વડોદરામાં સાયકલ ચોરીના ગુનાહમાંથી બહાર આવેલ આરોપીએ ફરી બાઈકની ચોરી કરતા ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

વડોદરા: શહેરના જવાહર નગર વિસ્તારમાં સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા જેલમાંથી બહાર આવેલા વાહન ચોરે મોટરસાયકલની ચોરી કરતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે.

જવાહરનગર પોલીસે 1 મહિના પહેલા સાયકલ ચોરીના ગુનામાં ચિરાગ મનહરભાઈ નાયક રહે ઇન્દીરાનગર, અંકોડિયા ને ઝડપી પાડતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

દસ દિવસ જેલમાં રહ્યા બાદ બહાર આવેલો ચિરાગ ફરીથી ચોરીના રવાડે ચડતા ક્રાઇમ બ્રાંચના હાથે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો છે. ચિરાગ ની તપાસ માં બીજા બે ચોરીના મોટરબાઈક પણ મળી આવતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી છે.

(6:20 pm IST)