Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વડોદરા નજીક વાઘોડિયા વિસ્તારમાં આવેલ દેવ નદીમાં હાથ પગ ધોવા ઉતરતા ખેડૂત પર મગરનો હુમલો

વડોદરા:નજીક વાઘોડિયા ખાતે આવેલી દેવ નદીમાં મગર દ્વારા ગ્રામજનો પર હુમલાના વારંવાર બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલા એક મહિલાનો મગર શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ ગઈકાલે સાંજે બનતા ખેડૂતનો બચાવ થયો છે.

વાઘોડિયાના પાટીયાપુરા ગામે રહેતા જગદીશભાઈ વસાવા ગઈકાલે સાંજે ખેતરમાંથી આવી રહ્યા હતા ત્યારે દેવ નદીમાં હાથ પગ ધોવા ઉતરતા 10થી 12 ફૂટ લાંબા મગરે કર્યો હતો તેમના ઉપર હુમલો હતો.

જગદીશભાઈ એ હિંમતપૂર્વક મગર નો મુકાબલો કરતા બંને વચ્ચે પાંચથી સાત મિનિટ સુધી ફાઇટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. છાતી અને હાથે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થયેલા જગદીશભાઈએ મુકાબલો ચાલુ રાખ્યો હતો.

(6:19 pm IST)
  • તુર્કી સીરીયલમાં આવેલ રશિયન સંદેશાવ્યવહાર સેન્ટર ઉપર માનવ વિહોણા વિમાન દ્વારા બૉમ્બ ઝીક્યાં છે : હુમલામાં કેટલાક ગંભીર ઘવાયા હેવાલો મળે છે. રશિયન ભારે ધૂંધવાઈ ઉઠ્યો અને વળતો મોટો હુમલો તોલાય રહ્યો છે. રશિયન સુખોઈ 35 એ અલેપ્પોમાં તુર્કી દળો ઉપર સ્ટ્રાઈક કર્યાનું પણ બહાર આવ્યું છે. access_time 10:58 pm IST

  • "હાઇ એલર્ટ ઉપર મુંબઈ " : અત્યાર સુધી ઓરેન્જ એલર્ટ ઉપરનું મુંબઈ હવે ' રેડ એલર્ટ ' જાહેર કરાયું : સતત વરસાદને કારણે મુંબઈનું જીવન અસ્તવ્યસ્ત : દરિયામાં પણ 10 ફૂટ ઉંચા મોજા ઉછળવાની આગાહી : 17 જુલાઈથી પંજાબ ,હરિયાણા ,અને દિલ્હી પણ ભારે વરસાદનો ભોગ બનશે તેવો હવામાન ખાતાનો વરતારો access_time 2:00 pm IST

  • યુનિવર્સિટીઓની પરીક્ષાને લઈને ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ : વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ સમાધાન કરવું નહીં : વિધ્યાર્થીઓની પરીક્ષા નિયમિતરૂપે જ લેવી કે કેમ એ દરેક યુનિવર્સિટીએ પોતે જ નક્કી કરવાનું રહેશે : વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો ભય ન રહે તે જ્વાબદારી યુનિવર્સિટીની રહેશે access_time 12:39 pm IST