Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કવાયત તેજ કરી

કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત પેટાચૂંટણી અને સામાન્‍ય ચૂંટણી આવી રહી છે તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સ કરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કવાયત તેજ કરી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા  ગુજરાત સહિત પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી આવી રહી છે તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી.... કોરોના વાયરસ ની સ્થિતિ માં કયા પ્રકારે ચૂંટણી કરી શકાય તે માટે સૂચનો મંગાવ્યા. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે કોરોના ની સ્થિતિ માં ચૂંટણી કરવા માટે ના મહત્વના સૂચનો ગુજરાત ચૂંટણી નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્ના એ કેન્દ્રીય ચૂંટણી પંચને આપ્યા ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇવીએમ મશીન નો ઉપયોગ કર્યા પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે પ્રમાણે સેનેટાઈઝર અને વ્યવસ્થા કરવા અંગેનું સૂચન કર્યું મતદાર મથકો ની સંખ્યા ડબલ કરવા અંગે પણ સૂચન કર્યું. ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે કોરોના ની સ્થિતિ માં પણ યોજી શકાય એ માટે 25થી વધારે સૂચનો મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી દ્વારા કરાયા

(6:11 pm IST)
  • વલસાડ જિલ્લામાં કોરોના બેફામ: વધુ 16 કેસ આવ્યા: વલસાડ 6 , પારડી 2, વાપી 6,ઉમરગામ 1, કપરાડા 1 અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 405 એ પહોંચી access_time 10:08 pm IST

  • જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તાર કુપવારા ના ટ્રેન સેક્ટરમાં પાકિસ્તાની ત્રાસવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. એક ઘૂસણખોરને ફૂંકી મારવામાં આવ્યો છે, ઓપરેશન ચાલુ access_time 8:00 pm IST

  • પાકિસ્તાને ચીન સમક્ષ ખોળો પાથર્યો : પાકિસ્તાન એરફોર્સ માટે જેએફ ૧૭ ફાઇટર વિમાનોનું ઉત્પાદન તાકિદે વધારવા પાકિસ્તાને ચીનને અપીલ કર્યાનું ટવીટર ઉપર પ્રસારીત થયું છે. access_time 12:53 pm IST