Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદ:ગોતામાં પુરપાટ ઝડપે જતી કારે બે યુવકોને નીચે ધસડી નાખતા પગમાં ફ્રેક્ચર

અમદાવાદ: શહેર અને જિલ્લામાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે અક્સ્માતના બનાવો વધી રહ્યા છે. ગોતામાં કાર નીચે ઘસડાતા બે યુવકોના પગે ફ્રેકચર થયું હતું. જ્યારે સાણંદ વિરોચનગર પાસે ટ્રેઇલર પાછળ ટ્રક ઘૂસી ગયો હતો જેથી બે વાહનો વચ્ચે  ફસાતા ગંભીર રીતે ઘાયલ થયેલા ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું હતુ.

 આ કેસની વિગત એવી છે કે  ચાંદલોડિયા  ગામમાં રહેતા કરણભાઇ શકરાજી ઠાકોર  ગઇકાલે રાતે ૧૦ વાગે  તેમના મિત્ર  જતીન દેસાઇને એક્ટિવા ઉપર બેસાડીને ગોતા ચોકડી ઉપર જતા હતા જ્યાંથી તેમના બીજા મિત્ર કિરણ ઠાકોરને લેવા માટે ગયા હતા.જ્યાંથી  ત્રણેય મિત્રો એક જ એક્ટિવા ઉપર બેસીને ગોતાથી ચાંદલોડિયા તરફ આવી રહ્યા હતા.

(6:11 pm IST)
  • કોંગેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં : દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીનો રિપોર્ટ પોઝીટીવ :અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા access_time 9:50 pm IST

  • રાજકોટનાં રેયા રોડ પર હનુમાન મઢી વિસ્તારમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ: સમગ્ર શહેરમાં વરસાદી માહોલ : અનેક વિસ્તારોમાં મેઘરાજાના મંડાણના વાવડ access_time 11:33 pm IST

  • પાકિસ્તાનમાં પોતાની પ્રેમિકાને મળવા જનાર યુવક કચ્છ બોર્ડર નજીક ઝડપાયો.:BSF એ યુવાન ને ઝડપી પાડ્યો:યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની એક કથિત યુવતીમાં સંપર્ક માં આવ્યો હતો.:યુવક મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી:વધુ તપાસ BSF એ હાથ ધરી access_time 12:21 am IST