Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદના ચાંદલોડિયામાં અજાણી વ્યક્તિએ પોર્ટેબિલિટી કરવાના બહાને યુવતીના ખાતામાંથી 36 હજાર ટ્રાન્સફર કરી લીધા

અમદાવાદ:ચાંદલોડિયામાં રહેતા બ્રિજેશ પંચાલની બહેન આનલ બેનને કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને પોતે આઈડિયા કસ્ટમર કેરમાથી વાત કરે છે અને તમારે આઇડિયા સીમ કાર્ડ અને જીઓ સિમ કાર્ડમા ટ્રાન્સફર કરવા વેરિફિકેશન માટે ફોન કર્યો છે, તેમ જણાવ્યું હતું. તમારું કાર્ડ એક્ટિવ થઈ ગયું છે અને સીમકાર્ડમા એક રૂપિયાનું બેલેન્સ કરવું પડશે એમ જણાવ્યું હતું. 

આથી આનલ બહેને તેમના ભાઈ બ્રિજેશભાઈને વાત કરી હતી. બ્રિજેશભાઈએ ગૂગલ પે મારફતે એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્સેક્શન ફેલ જતા તેમણે ફોન કરનારને વાત કરતા તેણે ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન કરવા કહ્યું હતું. બ્રિજેશભાઇએ એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રાન્જેક્શન કરતા તે પણ ફેલ ગયું હતું. 

(6:19 pm IST)