Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદમાં આકરા દંડ-સીલ અભિયાન સામે પાનના ગલ્લાવાળાઓમાં ભભૂકતો રોષ : આંદોલનની ચીમકી : હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી

ગુજરાતમાં આશરે 1.50 કરોડથી વધુ લોકો પાનના ગલ્લાં કે પછી તેની સાથેની ચીજવસ્તુંના વેચાણથી રોજીરોટી રળે છે

અમદાવાદઃ કોરોના સંક્રમણના નામે પાનના ગલ્લાંવાળાઓ સામે તંત્રની લાલ આંખ અને  દંડની કરાતી કાર્યવાહીને કારણે  પાનના ગલ્લાંવાળાઓમાં ભારે હોબાળો મચી ગયો છે. રાજયના પાનના ગલ્લાંવાળાઓ એક મંચ પર ભેગા થઇને ગયા છએ. તેમના ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશને દંડની જોગવાઇ દૂર નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. આ અંગે સરકાર દ્રારા કોઇ પગલાં નહીં લેવામાં આવે તો હાઇકોર્ટનો આશરો લેવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.

ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું  કેગુજરાતમાં આશરે 1.50 કરોડથી વધુ લોકો પાનના ગલ્લાં કે પછી તેની સાથેની ચીજવસ્તુંના વેચાણથી રોજીરોટી રળે છે. ધંધામાં જોડાયેલા લોકોના પરિવાર સહિતની સંખ્યા જોવામાં આવે તો ગુજરાતની 50 ટકા સંખ્યા એટલે કે 3 કરોડ લોકોનું ગુજરાન ચાલે છે

કોરોનાના પ્રારંભમાં અપાયેલા લોકડાઉનમાં 73 દિવસ સુધી ગલ્લાં સંપૂર્ણ બંધ રહ્યાં હતા. ત્યારે પણ ગુજરાત કોરોનાના મામલે દેશમાં બીજા નંબર પર હતું. સમગ્ર વિશ્વમાં સંક્રમણ શેના કારણે ફેલાય છે તે હજુ નક્કી થઇ શક્યું નથી. છતાં ગુજરાતમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકા તરફથી પાનના ગલ્લાંવાળાઓ પર કોરોના સંક્રમણના નામે મનમાની કરીને અમૂક રકમ નક્કી કરી દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. માત્ર પાનના ગલ્લાંવાળાઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

આ સંદર્ભમાં ગુજરાતના પાનના ગલ્લાંવાળાઓની ટેલીફોનિક મીટીંગ આજે થઇ હતી. જેમાં થુંકે કોઇ અને દંડ પાનના ગલ્લાંવાળા પાસેથી ઉઘરાવવા કે પછી સંક્રમણ ફેલાવવા માટે પાનના ગલ્લાંવાળાઓને જવાબદાર ઠેરવવા સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. આમ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઇ છે. દંડની જોગવાઇ તાત્કાલિક રદ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જો નહીં દૂર થાય તો ન્યાય મેળવવા હાઇકોર્ટમાં જઇશું.

 

(9:15 pm IST)
  • દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં એક જ દિવસના રેકોર્ડબ્રેક 35,468 નવા કેસ નોંધાયા :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 10,05,637 કેસ થયા :3,43,036 એક્ટિવ કેસ :કુલ 6,36,602 દર્દીઓ રિકવર :વધુ 680 લોકોના મોત :મૃત્યુઆંક 25,609 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8641 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,84,281 થઇ: તામિલનાડુમાં નવા 4549 કેસ સાથે કુલ કેસનો આંક 1,56,369 થયો :દિલ્હીમાં વધુ 1652 કેસ સાથે કુલ કેસનો આંક 1,18,645 થયો :કર્ણાટકમાં નવા 4169 કેસ : તેલંગાણામાં નવા 1676 કેસ અને ઉત્તર પ્રદેશમાં 2058 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 2593 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 1690 કેસ અને બિહારમાં 1385 નવા કેસ નોંધાયા access_time 1:10 am IST

  • જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તાર કુપવારા ના ટ્રેન સેક્ટરમાં પાકિસ્તાની ત્રાસવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. એક ઘૂસણખોરને ફૂંકી મારવામાં આવ્યો છે, ઓપરેશન ચાલુ access_time 8:00 pm IST

  • યુકે સ્થિત ખાલીસ્તાની ત્રાસવાદી પરમજીતસિંઘ પમ્માના મોહાલી નિવાસે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ના દરોડા ચાલુ છે access_time 4:53 pm IST