Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

૬૭.પ૮ ટકા વિસ્તારમાં વાવણી : સૌથી વધુ ૧૯ાા હેકટરમાં મગફળીનું વાવેતર : પોષણક્ષમ ભાવનો મુદ્દો ચિંતા ઉગાડશે

સરકારે ગયા વર્ષે પ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી હતી : આ વર્ષે ગયા વર્ષ કરતા મગફળીનું દોઢ ગણુ વાવેતર : મબલખ ઉત્પાદનની ધારણા : પુરવઠા નિગમ અન્ય કામગીરીમાં વ્યસ્ત છે : ટેકાના ભાવે સહકારી સંસ્થા પાસે ખરીદી કરાવાય તેવી શકયતા અથવા નિગમને વધુ સ્ટાફ ફાળવવો પડશે

રાજકોટ, તા.૧૬ : રાજયમાં ચોમાસુ જામી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ધાન્ય, કઠોળ, તેલીબીયા, શાકભાજી, ઘાસ સહિત કુલ પ૭,૩૭,૯પ૧ હેકટર વિસ્તામાં વાવેતર થયું છે. રાજયના કુલ વાવેતર વિસતારના ૬૭.પ૮ ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. ૧૩ જુલાઇ બાદ વાવેતર થાય તે આંકડો તેમાં ઉમેરાવા પાત્ર રહેશે. આ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળીનું થયું છે. બીજા ક્રમે કપાસ છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી તે બે મુખ્ય વાવેતર છે. આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકારની કસોટી થઇ જશે.

ગયા વર્ષે ૧ર,૯૧,૩૧૭ હેકટરમાં મગફળી વાવવામાં આવેલ. આ વર્ષે ૧૯,૭૦,૩૯૯ હેકટરમાં વાવવામાં આવી છે. સમયસર વરસાદ થતો રહ અને અન્ય કુદરતી પરિબળો સાનુકુળ રહે તો ઓકટોબર-નવેમ્બરમાં મગફળીનું વિક્રમ સર્જક ઉત્પાદન થશે. ગયા વર્ષે નાગરિક પુરવઠા નિગમ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવેલ. આ વર્ષે નિગમ કોરોનાલક્ષી વિતરણમાં વ્યસ્ત છે. છેલ્લા ૧ વર્ષમાં નિગમના અનેક કર્મચારીઓ નિવૃત થઇ જતા સ્ટાફની સખત ખેંચ છે. સરકાર અન્ય વિભાગમાંથી નિગમને વધુ સ્ટાફ ફાળવે તો જ ખરીદી થઇ શકશે વિકલ્પે સરકાર ગુજકોમાસોલ જેવી કોઇ સહકારી સંસ્થાને કામગીરી સોંપી શકે છે. તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે વિશેષ સાવચેત રહેવું પડશે.  કપાસનું વાવેતર ગયા વર્ષે ર૧,૪ર,૭૯૩ હેકટરમાં થયેલ. આ વર્ષે ર૦,૩૩,૪૮૭ હેકટરમાં થયું છે. ડાંગર, તુવેર, મગ, મઠ, તલ, સોયાબીન, શાકભાજી, ઘાસ વગેરેના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ વધારો થયો છે. નોર્મલ વિસ્તાર કુલ વાવેતરના પ્રમાણમાં ૬૭.પ૮ ટકા વાવેતર થયું છે.

તા. ૧૩ જુલાઇની સ્થિતિએ

કયુ વાવેતર

કેટલા હેકટરમાં

પાક.

હેકટર

મગફળી

૧૯,૭૦,૩૯૯

કપાસ

ર૦,૩૩,૪૮૭

મકાઇ

૦ર,૩૬,૪૩૦

ઘાસચારો

૦પ,૪૬,૬૧૮

ડાંગર

૦૧,૯૧,૧પ૩

બાજરી

૦૧,૦૮,૮૦૯

તુવેર

૦૧,૩૮,પ૦પ

તલ

૦૦,૯૧,૯૭પ

સોયાબીન

૦૧,૩૧,૪૮૩

(4:15 pm IST)