Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પહેલા રોજગારી પછી ચૂંટણી : ટ્વીટર પર હેશટેગ : નોકરીની માંગ સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી

શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા ડિજીટલ અભિયાન શરૂ કરાયું

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી ૧૦ લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો સરકારી નોકરીઓની જાહેરાત કેમ કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા ટ્વિટર પર હેશટેગ ટ્રેન્ડિંંગમાં આવી ગયું છે. અત્યાર સુધી હેશટેગમાં ૨૬ હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે.

             દિનેશ બાંબણિયાએ જણાવ્યું કે, જે યુવાનો ભરતી માટે રાહ જોઈ રહ્યાં છે તેઓ હેશટેગ પર ટ્વિટ કરે. પહેલા પણ યુવાનોએ આંદોલન માટે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો છે. ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓ નવા હેશટેગ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવ્યાં છે. સરકાર જો ચૂંટણીની તારીખ જાહેર કરી શક્તી હોય તો સરકારી ભરતી કેમ જાહેર કરી શક્તી નથી તેવો સવાલ તેઓએ પૂછ્યો છે. 'પહેલા રોજગારી પછી ચૂંટણીલ્લ  સાથે યુવકો ફરી મેદાનમાં આવ્યા છે.

              ઈંપહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ સાથે ગુજરાતના યુવાનો સીધો સંદેશ સરકારને અપાયો છે કે, જ્યાં સુધી સરકાર યુવાનોના બેરોજગારી અને જે સરકારી ભરતી પ્રક્રિયા અટકી પડી છે એના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ચૂંટણી કરવાનો પણ એને કોઈ હક નથી. જો એવું થશે તો ચૂંટણીનો બહિષ્કાર થશે. આજના હૅશટૅગ એના માટે છે. જો ચૂંટણીની તારીખ જાહેર થઈ શકતી હોઈ તો પરીક્ષાની તારીખ કેમ જાહેર ના થઈ શકે. સરકાર બેરોજગારીનું પહેલા વિચારે પછી ચૂંટણીનું વિચારે. જો સરકારને ગુજરાતના બેરોજગારોની ચિંતા હશે તો કંઈક નિર્ણય લેશે. બાકી સમજી લેવાનું કે સરકારને બેરોજગારોની નહીં, ફકત પોતાની શીટ અને ચૂંટણીની ચિંતા હશે. મેસેજમાં એમ પણ કહેવાયું છે કે, ચૂંટણી આવું રહી છે.

             અને એક મોકો છે આપણા કામ કઢાવવાનો અને સરકારનું નાક દબાવવાનો.. જો અત્યારે આપડે બેઠા રહીશું તો ૨૦૨૨ સુધી બેઠા રહેવું પડશે. આપડે અત્યારે રોડ ઉપર આવી ફિઝિકલ લડાઈ  લડી શકયે  એમ નથી. પરંતુ આપડે ડિજિટલ આંદોલન કરી શકાય છે. અને સરકાર દિલ્હી સુધી ધ્રુજી જાય તે પ્રકારે ડિજિટલ ટ્વીટર વોર કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, સરકારનું સીધી રીતે નાક દબાવવાનો પ્રયાસ કરાયો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૧ માં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે. તમામ જગ્યાઓ ખાલી છે. એલઆરડી, બિનસચિવાલય, તલાટી અને શિક્ષકોની ભરતી છેલ્લા કેટલાક વર્ષોથી થઈ નથી. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલીક પરીક્ષાઓ અલગ અલગ કારણોથી રદ થઈ છે. સરકાર સરકારી ભરતીમાં જાતિવાદ લાવી રહી છે તેવુ યુવાનોનું કહેવું છે. ત્યારે યુવાનોના આંદોલનની પેટાચૂંટણી પર મોટી અસર થઈ શકે છે.

 

(7:43 pm IST)