Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનું પ્રમાણ ૭૦ ટકા, અઠવાડિક મૃત્યુ દર ઘટીને ૧.પ૦ ટકા

સમયસર સારી સારવાર વ્યવસ્થાની સુપ્રીમે પણ નોંધ લીધી : નીતિન પટેલ : ૯રપ થી વધુ ધનવંતરી રથ દ્વારા રોજ ૧.રપ લાખ લોકોની આરોગ્ય તપાસ

ગાંધીનગર, તા. ૧૬ : રાજય સરકારના આરોગ્ય વિભાગ, તબીબી સ્ટાફ, નર્સિંગ તથા પેરા મેડિકલ સ્ટાફ સહિતના કોરોના વાઙ્ખરિયર્સના અથાગ પ્રયત્નો તથા નાગરિકોના સતત મળી રહેલા સહકાર ઉપરાંત સારી, ઝડપી અને સમયસર સારવાર તથા એકિટવ સર્વેલન્સના કારણે રાજયમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ (સાજા થવાનો દર) ૩૦ ટકાથી વધીને ૭૦ ટકા જયારે અઠવાડિક ડેથ રેટ (મૃત્યુ દર) ૬.૫૦ ટકાથી દ્યટીને ૧.૫૦ ટકા એ પહોંચ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે.

રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલી એકસપર્ટ ગ્રૃપ ઓફ ડાઙ્ખકટર્સની કમિટી મારફતે મળતા સતત માર્ગદર્શન તેમજ આરોગ્ય વિભાગના સક્રીય પ્રયત્નોથી ડેથ રેટ ઉપરાંત ડબલિંગ રેટ પણ ખૂબ જ નિયંત્રણ હેઠળ આવ્યો છે તેમ જણાવતા શ્રી પટેલે ઉમેર્યું હતુ કે, રાજયમાં અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જે ૯ દિવસે બમણી થતી હતી તે હવે ૩૨ દિવસે બમણી થાય છે નોંધપાત્ર બાબત છે. એટલું જ નહીં કોરોના સંક્રમણ દ્યટાડવા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દરરોજ કોર ગ્રૃપની બેઠક યોજવામાં આવે છે જેમાં સંબંધિત જિલ્લાઓની પરિસ્થિતિનો રિવ્યુ કરી જરૂરી માર્ગદર્શન-આદેશો આપવામાં આવે છે. કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવવા રાજયના તમામ જિલ્લાઓમાં એક-એક સિનિયર અધિકારીઓને વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

(11:40 am IST)