Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સુરતમાં ૪૦થી વધુ બેંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

સંક્રમિત વિસ્તાર સિવાયની બેંક સવારે ૧૦થી ૨ સુધી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે

સુરત, તા.૧૬: સુરત શહેર તથા ગ્રામ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બેન્ક કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરતના ૪૦થી વધારે બેંક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કમલેશ ગાવિત નામના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું છે.

સુરત બેંકના કર્મચારીઓ ભયના ઓથા નીચે  કામ કરી રહ્યા છે. કોરોના સક્રમિત વિસ્તારના બેંક કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે છે. ૧૫૦૦૦થી વધારે કર્મચારીઓ ભય નીચે કામ કરી રહ્યાં છે. સંક્રમિત વિસ્તારની બેંકો બંધ રાખવાની માગ બેંક એમ્પલોય એસોસિએશને કરી છે. અથવા બેંક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી માગવામાં આવી છે.

કલેકટર અને મહાનગર પાલિકાના કમિનશરને પણ રજૂઆત કરવામાં આવી છે. સંક્રમિત વિસ્તાર સિવાયની બેંક સવારે ૧૦થી ૨ સુધી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે. તો બેંક ઓછા સ્ટાફે ચલાવવામાં આવે તથા સુરક્ષાના બધા સાધનો રાખવામાં આવે તે માગ પણ કરવામાં આવી છે.

(9:58 am IST)