Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રીએ કોરોનાને હરાવ્યો :રમણ પાટકરને હોસ્પિટલમાંથી રજા અપાઈ

રમણ પાટકરના પત્ની અને પુત્ર હજુ કોરોનાની સારવાર હેઠળ છે

 

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં ઘણા બધા રાજકીય નેતાઓ પણ કોરોનની અડફેટે ચઢી ચૂક્યા છે. જેમાં રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણ પાટકર પણ કોરોનનો ભોગ બન્યા હતા. અને હવે તેઓએ કોરોનાને મ્હાત આપી છે.

મંત્રી રમણ પાટકર કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. રમણ પાટકરની તબિયત સ્વસ્થ છે. જોકે 7 દિવસ સુધી ગાંધીનગર નિવાસસ્થાને સેલ્ફ આઇસોલેશન માં રહેશે. રમણ પાટકર કોરોના મુક્ત થતાં વલસાડ જિલ્લામાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે રમણ પાટકરના પત્ની અને પુત્ર હજુ કોરોનાની સારવાર હેઠળ છે. રમણ પાટકર ના પુત્ર અને પત્ની વાપી ની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નોધનીય છે કે, હાલમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને વાવના ધારાસભ્ય ગેનીબેને પણ કોરોના સામે જંગ જીત્યો હતો.

(12:50 am IST)