Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમદાવાદની યુવતીએ ૯૯.૨ ટકા મેળવીને નામ રોશન કર્યું

સીબીએસઈ ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ જાહેર : પરિવાર, સ્કુલ અને ગુજરાતનું નામ રોશન કર્યું : ક્યારી આઈઆઈટીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવા ઇચ્છુક

અમદાવાદ, તા. ૧૫ : ઝ્રમ્જીઈ બોર્ડ ધો. ૧૦નું ૨૦૨૦ રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થી રિઝલ્ટને ડાયરેક્ટ લિંકથી તેમનું પરિણામ જોઈ શકે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સીબીએસઈના પરિણામમાં કાઠું કાઢ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સારા પર્સન્ટેજ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આવા જ કેટલાક વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ. અમદાવાદની ક્યારી પોક્નયાએ ૯૯.૨% મેળવીને પરિવાર તથા સ્કૂલનું નામ રોશન કર્યું છે. ૯૯.૨ પર્સન્ટેજ મેળવનાર ક્યારે ૈંૈં્ માં સોફ્ટવેર એન્જિનિયરીંગ કરવા માંગે છે. ગણિત સાથે હાલ ૧ સાયન્સમાં પ્રવેશ લીધો છે. ૪ થી ૫ કલાક સ્કૂલ અને ટ્યુશન સિવાય વધુ અભ્યાસ કરવા માટે સમય ફાળવતી હતી. આ પરિણામે જ તે આટલા સારા માર્કસ મેળવી શકી છે. તો અન્ય એક વિદ્યાર્થિની પ્રાચી પંડ્યાએ ૯૮% મેળવ્યા છે. બાયોલોજી સાથે તેણે ૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે. ડોકટર બનવા માંગતી પ્રાચીએ દ્ગઈઈ્ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના પિતા કચ્છમાં નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. તે રોજ સ્કૂલ ઉપરાંત ૧૦ કલાકથી વધુ અભ્યાસ કરતી હતી.

વડોદરાની વિદ્યાર્થીની નુપુર રાજેશિર્કેએ ૯૭.૨% મેળવ્યા છે. પોતાના પ્રિય વિષય ગણિતમાં તેણે ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે. તેણે કહ્યું કે, મારા માતા-પિતાના સપોર્ટને કારણે હું આટલું સારુ પરિણામ મેળવી શકી છું. હું મારો મોટાભાગનો સમય રિવીઝનમાં ફાળવતી હતી. મારા સ્કૂલના સપોર્ટને કારણે હું સારું રિઝલ્ટ મેળવી શકી છું. નુપુર આગળ જઈને કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગે છે.  ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને તેમના સીબીએસઇ બોર્ડ ધોરણ ૧૦નું રિઝલ્ટ ૨૦૨૦ જોવા માટે સીબીએસઇની વેબસાઇટ cbse.nic.in પર વિઝિટ કરવાની રહેશે. ત્યારબાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઈટ અને સીબીએસઈ રિઝલ્ટ. તેમાંથી રિઝલ્ટની લિંક પર ક્લિક કરી રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકો છો. સીબીએસઈના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાયરેક્ટ જઈને પણ વિદ્યાર્થી તેમનું રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ CBSE 10th Board Examમાં ભાગ લીધો હતો. આ વર્ષ CBSE બોર્ડનું મેરિટ લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(10:08 pm IST)