Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સુપ્રસિદ્ધ ગાયક-વોઇસ ઓફ રફીથી જાણીતા બંકિમ પાઠકને હૃદયરોગનો હુમલો

હજારો ચાહકોમાં ચિતાની લાગણી :એન્જીયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન

 

અમદાવાદ :સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અને વોઇસ ઓફ રફીના નામથી દેશ - દુનિયામાં જાણીતા બંકિમ પાઠક ને હૃદયઘાતનો હુમલો આવ્યો હતો

બંકિમ પાઠકને અમદાવાદના  મણિનગર સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે દાખલ કર્યા  છે. તેમના પર આજે એન્જીયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરાયું છે અને અત્યારે તેમની તબિયલ બિલકુલ સ્ટેબલ હોવાનું જાણવા મળે છે

  હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક કલાકાર મોહમ્મ્દ રફીનો હૂબહૂ અવાજ સાથે વોઇસ ઓફ રફી તરીકે જાણીતા બંકિમ પાઠકેદેશ વિદેશમાં અનેક સ્ટેજ શો કર્યા છે અને સુરના ચાહકોની ડાળ મેળવી છે

 બંકિમ પાઠકના હજ્જારો ચાહકોમાં સમાચારથી ચિંતા પ્રસરી છે અને તેમની સારી તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(10:58 pm IST)