Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 220 સિંહોના મોત;સરકારે આંકડા જાહેર કર્યા

ઓક્ટોબર ૨૦૧૮ માં થયેલા સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ આવ્યો નથી

 

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 220 સિંહોના મોત થયા છે. સરકારે વિધાનસભામાં ચર્ચાયેલા સિંહોના મુદ્દે આંકડા જાહેર કર્યા છે. સરકારે એવી પણ કબૂલાત કરી છે કે જૂનાગઢ અને અમરેલી આસપાસ ગેરકાયદેસર લાયન શો થાય છે અને સિંહોની પજવણી પણ કરવામાં આવે છે. જો કે તેમાં સરકારી કર્મચારીની સંડોવણી નકારવામાં આવી છે

  .ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોની સંખ્યા 523 છે. વર્ષ 2015ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહના બચ્ચા અને 73 પાઠડા છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 52 સિંહો, 72 સિંહણો, 90 બચ્ચા અને વણઓળખોયેલા સિંહોના મોત થયા છે.જેમાં કુદરતી અને અકુદરતી મોતનો પણ સમાવેશ થાય છે

  . કુદરતી મોતમાં  43 સિંહો, 65 સિંહણો, 85 બચ્ચા, અને વણઓળખાયેલા સિંહોના કુદરતી મોત થયા છે. જ્યારે કે નવ સિંહો, નવ સિંહણો, પાંચ બચ્ચાના અકુદરતી મૃત્યુ થયા છે. તો બીજી તરફ ઓક્ટોબર ૨૦૧૮ માં થયેલા સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો. સિંહ બાળના અકુદરતી મૃત્યુનું પેનલ પીએમ કરતા પણ કારણ જણાયું નથી. ટીસ્યુ સેમ્પલ જીબીઆરસી ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા.. જેનો રિપોર્ટ હજી સુધી તૈયાર થયો હોવાનું સરકારે જણાવ્યું હતું

 જંગલની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે લાયન શો ચલાવવામાં આવે છે. તેને મારણ આપવામાં આવે છે. દોડાવવામાં આવે છે અને પજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શો કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જો કે પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી હોવાનો સરકારએ જવાબ આપ્યો હતો.. પકડાયેલા તમામ સામે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અને પ્રકારે ફરી ઘટના બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર સીસીટીવી લગાવ્યા છે.

 રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરાઈ છે. સાથે અમરેલી અને ભાવનગર જિલ્લાના સિંહોના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે.. એશિયાટિક લાયન માત્ર સૌરાષ્ટ્રમાં છે. છેલ્લા 2 વર્ષમાં સિંહના મોતનો આંકડો પણ ચોંકાવનારો છે. સરકાર સિંહ સંવર્ધનની મોટી મોટી વાતો કરે છે પરંતુ આંકડા જોતા લાગે છે કે સરકારે મામલે વધારે ગંભીર થવાની જરૂર છે

(10:57 pm IST)
  • માનહાની કેસ : સીએમ કેજરીવાલ અને મનિષ સીસોદીયાને જામીન મળ્યા : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડે. મુખ્યમંત્રી મનીષ સીસોદીયાને માનહાનીના બે કેસમાં જામીન મળી ગયા છે : ઉલ્લેખનીય છે કે કેજરીવાલ અને સીસોદીયા પર બીજેપી નેતા વિજેન્દ્ર ગુપ્તા અને રાજીવ બબ્બરે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો : આ બંને કેસની સુનાવણી માટે કેજરીવાલ અને સીસોદીયા આજે રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ થયા : કોર્ટે બંનેને જામીન આપ્યા access_time 1:23 pm IST

  • મધ્ય ગુજરાતના ચાંદીપુરા તાવનો રોગચાળો? બાળકીનો ભોગ લેવાયો : એલર્ટ : મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવથી તંત્ર સતર્ક : ભાયલી ગામની ચાર વર્ષની બાળકીનું થયુ મોતઃ પુનાની વાયરોલોજી લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : વડોદરાની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ઝાડા, તાવ,ઉલ્ટી, માથાનો દુઃખાવો મુખ્ય લક્ષણો : છોટાઉદેપુરની મૃતક બાળકીનો રીપોર્ટ હજુ બાકી : લક્ષણો શરૂ થયાના ૪૮ થી ૭૨ કલાકમાં થઈ શકે છે મૃત્યુ access_time 1:21 pm IST

  • બિહારના ૧૨ જિલ્લા પાણીમાં દરભંગામાં ભયાનક સ્થિતિ : પુરથી બેહાલ બન્યુ બિહાર : ૧૨ જિલ્લા થયા પુરગ્રસ્ત : સરકારે પુરમાં ૨૪ લોકોના મોતની કરી પુષ્ટિ : દરભંગામાં જોવા મળ્યા પુરના ભયાનક દૃશ્યોઃ ધસમસતા પૂરે પુલ-વે લીધો બાનમાં : લોકો જીવના જોખમે આ નજારો જોવા ઉમટ્યા access_time 3:25 pm IST