Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અરવલ્લી જિલ્લામાં બેફામ દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી :સ્પીડગનથી એક દિવસમાં ૨૫ કેસ

સ્થળ પર 10,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યો

 

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડગન ના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિમર્યાદાનું ઉલંઘન કરતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરી સ્થળ પર 10,000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ જાડેજાના જણાવ્યા અનુસાર,રાજ્ય સરકાર તરફથી જીલ્લા ટ્રાફિક પોલીસને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે જેથી જિલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે તેની સ્પીડરેટ જિલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગન માં નોંધાઈ જશે અને જેતે વાહન ચાલક કે જે ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતા થી કાનૂની કાર્યવાહી કરી શકાશે રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતો નું પ્રમાણમાં ઘટાડો થશે નું જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડગન ના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવામાં આવતા ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો

(10:46 pm IST)