Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર નશાખોર ડ્રાઈવરે કેમિકલ ભરેલું ટેન્કર પેટ્રોલપંપમાં ઘુસાડી દીધું

 

ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર  અવાર-નવાર નશો કરેલ હાલતમાં ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરોના કિસ્સા જાણવા મળે છે. ત્યારે નેશનલ હાઇવે પર  કેમિકલ ભરેલ ટેન્કર નંબર:GJ ૧૬ W ૮૭૦૨ નો ડ્રાઈવર શક્તિભાઈ જગદીશભાઈ રાજપૂત નશો કરેલ હાલતમાં ટેન્કર ચલાવી રહ્યો હતો જેનો સ્ટેરીંગ પર કાબુ રહેતા પેટ્રોલપંપમાં ટેન્કર ઘુસી ગયું હતું

  સદભાગ્યે  બનાવમાં કોઈ મોટી હોનારત સર્જાય હતી.જો કેમિકલ ભરેલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોત તો મોટી હોનારત સર્જાય હોત.નવાય ની બાબત છે કે નશાયુક્ત ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હોવા છતાં બનાવ અંગે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.

(10:05 pm IST)