Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

યુવાનોને ભારતીય લશ્કરમાં જોડાવાની તક :હિંમતનગરમાં ભરતીમેળો

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો જોડાઈ શકશે

હિંમતનગર : યુવાનોને ભારતીય લશ્કરમાં જોડાવાની તક સાંપડી છે ભારતીય લશ્કરમાં જોડાઇને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તા. ૨૮ ઓગસ્ટ થી ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન સાબર સ્પોટર્સ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર જી. સાબરકાંઠા ખાતે લશ્કરી ભરતીમેળો યોજાશે. જેમાં સોલ્જર (જનરલ ડ્યુટી), સોલ્જર ટેક(ટેકનીકલ) સોલ્જર ટેકનીકલ ( એ.વી.એન& એ.એમ.એન. એક્ઝામીનર),સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, વેટેનરી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર (કલાર્ક/સ્ટોરકીપર), સિપાઇ ફાર્માની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તા ૨૯/૦૬/૨૦૧૯ થી ૧૨/૦૮/૨૦૧૯ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે. અને અરજી કરેલ ઉમેદવારો જ ભરતીમેળામાં પ્રવેશ મળશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર કચેરી, પાટણ નો સંપર્ક કરવો.

(9:46 pm IST)