Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મહેસાણાના જિલ્લાકક્ષાની સ્વતંત્ર પર્વની વિજાપુરમાં થશે ઉજવણી

જિલ્લાની પ્રજામાં દેશપ્રેમની ભાવના કેળવાય તેવા આયોજન માટે તંત્ર કટિબધ્ધ

મહેસાણા જિલ્લા કક્ષાની ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે થનાર છે. ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાની પ્રજામાં દેશપ્રેમની ભાવના કેળવાય તે માટેના આયોજનમાં તંત્ર કટિબધ્ધ બન્યું છે.

૧૫ ઓગષ઼્ટ ૨૦૧૯ની જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૦૯-૦૦ કલાકે થનાર છે.જેના સુચારૂ આયોજન માટે વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.

(9:40 pm IST)