Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સાબરકાંઠાના પોશીના પંથકની ચાર પ્રાથમિક શાળાને ઓનલાઇન હાજરી પુરવામાં બેદરકારી બદલ નોટિસ

પાંચ દિવસમાં જવાબ રજૂ નહિ કરાય તો આગળની કાર્યવાહીની ચીમકીથી ખળભળાટ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની 4 શાળાઓએ ઓનલાઇન હાજરી પુરવામાં બેદરકારી બદલ નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે

  આ અંગેની વિગત મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની 4 પ્રાથમિક શાળાઓ ઓનલાઇન હાજરી બાબતે ગંભીર ન હોવાનું સામે આવ્યું છે. અગાઉ અનેકવાર જાણ કરવા છતાં પોશીના તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓએ નિયમ સામે આંખ આડા કાન કરતા નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટીસ આપી 5 દિવસમાં જવાબ રજૂ કરવા જે-તે પ્રાથમિક શાળાઓને જણાવ્યું છે. જવાબ રજૂ ન કરે તો આગળની કાર્યવાહી કરવા પણ જણાવી દેવામાં આવ્યું છે.

    નોટીસના શબ્દો મુજબ શિક્ષક-શિક્ષિકાઓની પોર્ટલ પર ઓનલાઈન હાજરી ભરવામાં આવેલ નથી, જે ખુબજ ગંભીર બાબત છે. આ બાબતે તાલુકા તથા જિલ્લા કક્ષાએથી વારંવાર સુચના પહોંચાડી હોવા છતાં તેની અમલવારી કરવામાં આવી નથી. આ અંગે દુર્લક્ષતા દાખવનાર શાળાઓએ લેખિત ખુલાસો આપવાનો રહેશે.

1. નાની સોનગઢ પ્રાથમિક શાળા, તા.પોશીના (તા.27-6-19ના રોજ (1) પટેલ કિંજલકુમાર સી. (2) પટેલ આશિષકુમાર એસ. (3) પટેલ અરૂણાબેન એમ.ની હાજરી ભરવામાં આવેલ નથી)

2. ખંઢોરા પ્રાથમિક શાળા, તા.પોશીના (તા.27-6-19ના રોજ (1) જયેશ જ્યંતીભાઈ સોલંકી (2) સોલંકી ચિરાગભાઈ (3) ખરાડી ભારતીબેન (4) વણકર વસંતભાઈ આર. (5) વસાવા પદમાબેન આર. નાઓની હાજરી ભરવામાં આવેલ નથી.)

3. મોહબતપુરા પ્રાથમિક શાળા, તા.પોશીના (તા.27-6-19ના રોજ (1) ડામોર રત્નાભાઈ એન. (2) સુતરીયા રેખાબેન બી. (3) એસારી દિનેશભાઈ કે. (4) સોલંકી સમીરકુમાર ડી. (5) ખારોડીયા સબીરઅલી જી. (6) મેમણ વસીમ (7) પરમાર અંજનાબેન એમ. (8) જોષી નિકુંજકુમાર એસ.ની હાજરી ભરવામાં આવી નથી.)

4. મગરાફોળો પ્રાથમિક શાળા, તા.પોશીના (તા.26-6-19ના રોજ કોમલ અમૃતલાલ પ્રજાપતિની હાજરી ભરવામાં આવેલ નથી)

(9:39 pm IST)