Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એશઓશિએશનના ઉપક્રમે ૧ થી ૧૨ ધોરણના તેજસ્વી સ્ટુડન્સને ઇનામો અપાયા

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા સ્ટુડન્ટ એપ્રીશીએશનનો ભવ્ય કાર્યક્રમ રજુ થયો. સતત ૨૯માં વર્ષે AACA સંસ્થાએ  બ્રાઇટ સ્ટુડન્ટના અભિવાદન અને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન આપવાનો પ્રણાલીગત કાર્યક્રમ યોજ્યો. સાથે સાથે AACA નો વર્ષ ૨૦૧૯નો લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ સીનીયર સીટીઝન મેમ્બર શ્રી બાબુભાઇ સોલંકી (અમીત એડ્સ) અને શ્રી વસંતભાઇ જોષી (ચૈતન્ય એડવર્ટાઇઝીંગ)ને એનાયત કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મિડીયા જગતની અગ્રણી AACA સંસ્થા બિઝનેસ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે. તેવું સેક્રેટરી શ્રી સમીર એન.શાહના અહેવાલ દ્વારા શ્રી કેતન ખત્રીની યાદીમાં જણાવાયું છે.

(8:25 pm IST)