Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એ પહેલા જ વિરોધ શરુ :પરપ્રાંતીય મુદ્દે કામદાર યુનિયને ધોકો પછાડ્યો

યુનિયને કહ્યું અલ્પેશને કોઈપણ પાર્ટીએ લેવો જોઈએ નહીં ;ભાજપ લેશે તો અમે મત નહીં આપીએ

અમદાવાદ ;ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવા અહેવાલ વચ્ચે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તે પહેલા જ અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. ઘરઘાટી, લારીગલ્લા સહિત બાંધકામ કામદાર યુનિયને અલ્પેશ ઠાકોરનો વિરોધ નોધાવ્યો છે.

   કામદાર યુનિયનનુ કહેવું છે કે અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીઓને ગુજરાતમાંથી ભગાડ્યા હતા અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાથી અમારી મુશ્કેલીમા વધારો થશે

અલ્પેશ ઠાકોરને કોઈ પણ રાજકીય પક્ષે ન લેવો જોઈએ. બહારના રાજ્યમાંથી આવેલા લોકોને અલ્પેશ ઠાકોરનો ડર છે. જો ભાજપ અલ્પેશ ઠાકોરને લેશે તો અમે ભાજપને મત નહિ આપીએ.

(8:13 pm IST)