Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

આણંદ નજીક ભેટાસી-કરમસદમાં તસ્કરોએ જુદા જુદા મકાનને નિશાન બનાવી લાખોની મતાની તફડંચી કરી

આણંદ:પંથકમાં ફરી એકવાર સક્રિય થયેલી તસ્કર ગેંગ દ્વારા એકબાદ એક ગામ અને શહેરને નિશાન બનાવીને એકીસાથે બે થી વધુ મકાનોના તાળા-નચુકા તોડીને ચોરી કરી ફરાર થઈ જવાની ઘટનાઓએ શહેરીજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. શનિવારે આંકલાવ તાલુકાના ભેટાસીમાં અને રવિવારે રાત્રીના સુમારે કરમસદમાં ત્રાટકેલી તસ્કર ગેંગે કુલ ચાર મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 

આ ચોરીઓની મળતી વિગતો અનુસાર ફરિયાદી ચન્દ્રેશભાઈ રમણભાઈ હરિજન ભેટાસીવાંટાના હરિજનવાસમાં રહે છે અને રેલવેમાં નોકરી કરે છે. ગત ૧૩મી તારીખના રોજ રાત્રીના સુમારે તેઓ જમી પરવારીને પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારીને ઉપલા માળે સુવા માટે ગયા હતા. દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ તાળુ તોડીને અંદર પ્રવેશ કરી બન્ને રૂમોમાં મુકેલા કબાટ તેમજ તિજોરી તોડીને બધો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ૧૩૫૦૦ મળીને કુલ ૪૬૫૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:48 pm IST)
  • હિન્દી ભાષા બોલી દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાન મોદીની નેમ : હિન્દી ભાષાના ઉપયોગને કારણે લોકસભામાં ચર્ચાનું સ્તર નીચું ગયું છે : રાજ્યસભાના MDMK સાંસદ વાયકોએ વિવાદનો મધપૂડો છેડ્યો access_time 8:12 pm IST

  • ખંભાળિયા -જામનગર હાઇવે પર આરાધનાધામ નજીક બે ટોસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત એકનું મોત: ખંભાળીયાથી 15 કી,મી, દૂર અકસ્માત સર્જાયો : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 11:24 pm IST

  • પશુઓના ગળે આ ડીવાઇસ નહિ લગાવો'તો આકરા પગલા અચુક લેવાશે : અમદાવાદ શહેર પોલીસ કમિ. પશુપાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના પશુઓને આરએફઆઇડી (રેડીયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન ડીવાઇસ) નહિ લગાવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. access_time 3:56 pm IST