Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વસો તાલુકાના ટુંડેલમાં પુત્રવધુ પર કુદ્રષ્ટિ રાખનારને ઠપકો આપતા સસરા પર તલવારથી જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

વસો:તાલુકાના ટુંડેલ ગામમાં રહેતાં એક ઈસમે ફળીયામાં જ રહેતી એક પરિણીતા પર બદદાનત રાખતાં પરિણીતાના પતિ તેમજ સસરાએ બદદાનત રાખનાર ઈસમને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી ગુસ્સે ભરાયેલા ઈસમે આજરોજ પરિણીતાના સસરા પર તલવારથી જીવલેણ હુમલો કરતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ વસો તાલુકાના ટુંડેલ ગામમાં કૂવાવાળા ફળીયામાં સોમાભાઈ શંકરભાઈ ગોહેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પુત્ર જગદીશના લગ્ન બે વર્ષ અગાઉ અણીયાલ ગામના દશરથભાઈ ચૌહાણની પુત્રી આરતી સાથે થયાં હતાં. 

(5:46 pm IST)