Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનમાં થતું કાળાબજાર અટકાવવા પોલીસની ટીમના દરોડા: 4.16 લાખનો દંડ ફટકારાયો

ગાંધીનગર: શહેરમાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન અને અનાજના કાળાબજાર કરવામાં આવતું હોય છે તેની વ્યાપક ફરિયાદો તંત્રને મળતી હોય છે ત્યારે રાજય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લામાં બે વર્ષ દરમ્યાન ૪૯૩ જેટલા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વર્ષ ર૦૧૭-૧૮માં ૧પ૪ અને ૨૦૧૮-૧૯માં ૩૩૯ દરોડા કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ આ બે વર્ષ દરમ્યાન ર૮૮ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ રપ હજારના પરવાના અનામત કરવામાં આવ્યા છે અને ૪.૧૬ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

રાજયમાં ગરીબ અને મધ્યમ પરિવારો માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન અને અનાજનો જથ્થો પુરો પાડવામાં આવતો હોય છે. જો કે આ પરિવારો સુધી જથ્થો પહોંચે તે પહેલા જ તેને કાળાબજારમાં વેચી દેવાતો હોય છે. જેની વ્યાપક ફરિયાદો પણ ઉઠતી હોય છે. 

(5:42 pm IST)