Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરાના સાવલી તાલુકા નજીક પોલીસે રેતી ખનન કરનાર કંપનીને 1.12 કરોડનો દંડ ફટકાર્યો

વડોદરા:જિલ્લામાં સાવલી તાલુકાના અજબપુરા ગામે બ્લેકટ્રેપની ક્વોરીલીઝમાં મોટાપાયે ગેરકાયદે ખનન થતું  હોવાની વિગત માપણી દરમિયાન બહાર આવતા ખાણખનીજખાતા દ્વારા યદુનંદન સ્ટોન ક્રશર કંપનીને રૂ.૧.૧૨ કરોડ રૃપિયાના દંડની નોટિસ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે વડોદરા જિલ્લામાં રેતી, માટી ઉપરાંત બ્લેકટ્રેપ ખનીજની રોયલ્ટી પેટે મોટી આવક સરકારને થાય છે. પરંતુ કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજની ચોરી કરવામાં આવે છે. સાવલી તાલુકાના અજબપુરા ગામે કરાડ નદીના પટમાં આવેલી યદુનંદન સ્ટોન ક્રશર કંપની દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ વડોદરાના ખાણખનીજખાતાને ભરત ગંગદાસ પટેલ દ્વારા તા.૧૫ મે ૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી.

(5:41 pm IST)