Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરાના બાજવા વિસ્તારમાં પરિચિત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકની ફરિયાદના આધારે ધરપકડ

વડોદરા:બાજવા વિસ્તારમાં રહેતા એક યુવકે પરિચિત સગીરા સાથે દુષ્કૃત્ય આચરતાં તે ગર્ભવતી બની છે.હાલમાં ૧૮ વર્ષની વય વટાવી ચૂકેલી યુવતીની ફરિયાદને આધારે જવાહરનગર પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

છ માસનો ગર્ભ ધરાવનાર પીડિતાએ પોલીસને કહ્યું છે કે,આજથી સાતેક માસ પહેલાં (સગીર હતી ત્યારે) બાજવાના ન્યુ આંબેડકર નગરમાં રહેતો અજય રત્ન કરણકાંડ સાતેક માસ પહેલાં  મારા પરિવારજનોની ગેરહાજરમાં ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે મારૃં મોંઢુ દબાવી જબરદસ્તી કરી હતી.

(5:41 pm IST)