Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરામાં અછોડા ચોરીની ઘટનામાં સતત વધારો: એક અઠવાડિયામાં ચાર મહિલાના ગળામાંથી બે ચેનની તસ્કરીથી અરેરાટી

વડોદરા: શહેરમાં ફરી એક વાર અછોડાતોડોનો ઉપદ્રવ વધી ગયો છે. પોલીસના પેટ્રોલિંગના લીરા ઉડાડતા અછોડા તોડોને પકડવામાં પોલીસને કોઇ સફળતા મળી નથી.

પાંચેક દિવસ પહેલાં હરણી રોડ અને સમા વિસ્તારમાં પુત્રને ટયુશનમાં મુકવા જતી બે મહિલાના અછોડા તૂટવાના બનાવ બન્યા પછી પણ પોલીસ એલર્ટ થઇ નથી. જેને પગલે ગઇ રાતે માત્ર ૪૫ મિનિટના ગાળામાં બે અછોડા તૂટયા હતા.

(5:40 pm IST)