Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગુરુપૂર્ણિમાના પુનિત પર્વે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વ્યાસ રચિત વેદાદિ ગ્રન્થોનું પૂજન અને મહાવિષ્ણુયાગ

અમદાવાદ તા. ૧૬ શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં, પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીના માર્ગદર્શન સાથે તા. ૧૬--૨૦૧૯ સવારે ૬ થી ૮-૩૦ દરમ્યાન વેદવ્યાસ રચિત ૧૮ પુરાણ, મહાભારત અને ચારેય વેદોનાં પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

યજ્ઞશાળામાં સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી પધારતા તમામ ઋષિકુમારોએ ભગવાનના જયનાદ સાથે સ્વાગત કર્યુ હતું.

    સ્વામીજીએ વેદનો મહિમા સમજવતા  જણાવ્યું હતું કે, અાજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. ખરેખર ગુરુના ગુરુ ભગવાન નારાયણ છે. ભારતીય પરંપરામાં ગોવિંદ સુધી લઇ જનાર ગુરુનું અનેરું મહત્વ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરોઘર સુધી પહોંચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે. વેદ ભણે તે વેદજ્ઞ કહેવાય છે અને વેદ ભણે ને આચરણમાં કાંઇ સમજે નહી તે વેદિયા કહેવાય છે.

    ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. તે વેદોની રક્ષા કરવી આપણી ફરજ છે. સ્વામી માધવપ્રિયદાસજીએ અને વેદ ભણતા નાના નાના ઋષિકુમારોએ વ્યાસ ભગવાન અને તેના રચિત ૧૮ પુરાણ આદિ ગ્રન્થોની પૂજા કરી હતી.

  નિમિત્તે વિદ્યાલયના પટાંગણમાં ગોમયનુ લીંપણ કરી યજ્ઞ નારાયણનો કુંડ તૈયાર કરવામાં આવેલ. જેમાં ૧૧ જનમંગળ ૧૧ પુરુષ સુકત અને ૧૧ શ્રી સુક્તના મંત્રોથી યજ્ઞનારાયણને ઘી, જવ, તલ અને સમિધથી આહુતિ આપવામાં આવી હતા.

   યજ્ઞનો મહિમા સમજાવતા સ્વામીજીએ જણાવેલ કે યજ્ઞકુંડ એ પરમત્માનું સ્વરુપ છે. અને અગ્નિદેવ અે પરમાત્માનું મુખ છે. અગ્નિદેવ દ્વારા સમર્પિત થયેલ હુત દ્રવ્યો પરમાત્મા વરુણદેવને પહોંચાડે છે. જેથી વરુણદેવ વરસાદ વરસાવે છે. ખરેખર યજ્ઞમાં હોમાતા દ્વવ્યો પર્યાવરણને શુદ્ધ કરે છે. અને યજ્ઞ કરવાથી યજ્ઞ કર્તાને મનોવાંછિત ફળ મળે છે.

(12:49 pm IST)