Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ખોરાક ઔષધ ક્ષેત્રે ૬૨ નવા ગાઇડન્સ ડોકયુમેન્ટસઃ જ્ઞાન-માહિતિ આદાન-પ્રદાન

એફ.ડી.સી.એ. ગુજરાત અને યુ.એસ.એફ.ડી.એ. વચ્ચે રેગ્યુલેટરી ફોરમની રચના

ગાંધીનગર તા.૧૬: એફ.ડી.સી.એ, ગુજરાત અને યુ.એસ.એફ.ડી.એ. વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રધાન કરવા માટે ''FDCA,-Gujarat-USFDA Regulatory Forum ''નું ગઠન થયેલ જેની સૌપ્રથમ  કમિશઅનરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતે મળેલ જેમાં USFDA ના Country Director Letitia Robinson તથા અન્ય મેમ્બર્સ તેમજ FDCA, Gujarat તરફથી ડો.એચ.જી.કોશીયા અને અન્ય અધિકારીઓ હાજર રહેલ. જેમાં રેગ્યુલેટરી ફોરમ હેઠળ આ બન્ને સંસ્થાઓ સમયાંતરે મિટીંગ યોજીને પરસ્પર માહિતી તેમજ તકનીકી બાબતોનું આદાન-પ્રધાનની દિશામાં આગળ વધવાના પ્રથમ ચરણ રૂપે ત્રિમાસિક મીટીંગ યોજવાનું નક્કી કરેલ તે મુજબ ગઇકાલે  રોજ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં USFDA ટીમ વતી સારાહ મેકમુલન, ડે.ડાયરેકટર,USFDA,Country ઓફીસના વડપણ હેઠળ તેમના સારાહ મેકમુલન, ડે.ડાયરેકટર, USFDA,Country ઓફીસના વડપણ હેઠળ તેમના અન્ય અધિકારીઓ જેનેટ ગાર્ડીયા, ડો.સુધીન્દ્ર કુલકર્ણી, કર્ટની લોન્ગ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડીકચેરી અને વર્તુળ કચેરીના અધિકારીઓ હાજર હતા.

USFDA ની Team દ્વારા પ્રેજન્ટેશન કરવામાં આવેલ હતુ જેમાં USFDA દ્વારા ૬૨ નવા ગાઇડન્સ ડોકયુમેન્ટસ બહાર પાડવામાં આવેલ જેનાથી માહિતગાર કરેલ.તેમજ તેઓ દ્વારા ૪૭૫ જેનેરીક ડ્રગ એપ્પુવલ તથા ૧૦૭ હંગામી માન્યતા આપ્યાનું અને ૧૦૩૫ ડ્રગ પ્રોડકટસ રીકોલની માહિતીથી વાકેફ કરેલ તેમજ જાન્યુ-૨૦૧૯ થી મે-૨૦૧૯ દરમ્યાન USFDA દ્વારા ભારતમાં કરેલ ઇન્સપેકશનની માહિતી આપેલ.

ઉપરાંત આગામી દિવસોમાં યોજનારા USFDA-CDSCO Regulatory Forum, નવી દિલ્હી ખાતે યોજાનારા પ્રોગ્રામમાં હાજર રહેવા આમંત્રણ આપેલ અને ભવિષ્યમાં ત્રિમાસીક અંતે ફરી મીટીંગ યોજવાનું પણ ઠરાવેલ. FDCA,Gujarat દ્વારા કમિશ્નરે તંત્રની કામગીરી અને E-Governance બાબતેની ગુજરાતની અગ્રેસરતાથી વાકેફ કરેલ અને ઘણા ક્ષેત્રોમાં ગુજરાતે અપનાવેલી લાક્ષણિક પહેલવૃત્તિઓથી માહિતગાર કરેલ હતા.

(11:50 am IST)