Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ગાંધીનગરના મદ્રેસામાંથી ભાગેલા 4 બાળકો વડોદરાથી ઝડપાયા

મૌલવી મોલાના નુરામલના માનસિક ત્રાસથી ભાગ્યાનું કબુલ્યું:અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યા

ગાંધીનગરના મદ્રેસામાંથી ભાગેલા ચાર બાળકો વડોદરાથી ઝડપાયા છે. છાલા ખાતેના મદ્રેસાના મોલવીના 4 બાળકો ત્રાસથી ટ્રેનમાં ભાગ્યા હતા. મૌલવી મોલાના નુરામલના માનસિક ત્રાસથી ભાગ્યાનું કબુલ્યું છે.

ગાંધીનગરના. છાલા ખાતેના મદ્રેસાના મૌલવીના ત્રાસથી 4 બાળકો ભાગ્યા હતા. અને બાળકોએ પણ કબૂલ્યું છે કે તેઓ મૌલવી મોલાના નુરામલના માનસિક ત્રાસથી ભાગ્યા હતા.

માનસિક-શારીરિક ત્રાસ, જમવાનું યોગ્ય નહીં મળતા બાળકો નાસી છૂટ્યા હતા. વગર ટિકિટે મુસાફરી કરતા ટીસીએ તેમને પકડ્યા હતા પૂછપરછમાં બાળકો મદરેસામાંથી ભાગ્યા હતા તેવો ખુલાસો કર્યો. આ ઉપરાંત તેઓએ મદરેસામાં બાંગ્લાદેશના પણ બાળકો હોવાની કબૂલાત કરી છે.

  ચારેય બાળકોને વિશ્વાસમાં લીધા બાદ આરપીએફ જવાનો તેમજ ચાઇલ્ડ લાઇનના કાર્યકરો દ્વારા તેઓની પૂછપરછ કરતાં બાળકોએ જણાવ્યું હતું કે પોતે ગાંધીનગર જિલ્લાના છાલા ગામમાં આવેલા મદ્રેસામાં રહીને અભ્યાસ કરે છે. પોતે મુળ બિહારના વતની છે.
આ મદ્રેસાના મૌલવી દ્વારા ખુબ ત્રાસ અપાતો હોવાથી અમે મદ્રેસામાંથી ભાગીને અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી ગયા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને વડોદરા આવ્યા છે. ચાઇલ્ડલાઇન સંસ્થા દ્વારા ચારેય બાળકોના વાલીઓના ઘેર જાણ કરવામાં આવી હતી અને ચારેયને બાલગોકુલમમાં મોકલાયા હતાં

(1:10 am IST)