Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

NGTનાં આદેશ બાદ પહેલી વાર બન્નીમાં સિમાંકનની કાર્યવાહી શરૂ

ખેતીના બેફામ દબાણો સામેની લડતમાં બન્ની માલધારી સંગઠનને સફળતા

 

બન્ની રક્ષિત જંગલમાં થતા ખેતીના બેફામ દબાણોને દુર કરવા બન્ની માલધારી સંગઠન દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ચાલી રહેલી લડતને વધુ એક સફળતા મળી છે બન્નીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકણર લાવવા બન્નીમાં  થયેલા દબાણો દુર કરી બન્નીનો કુલ કેટલા ક્ષેત્રફળ છે તે નિશ્ચિત કરવા બન્નીની ચારે તરફની હદો, સીમાઓ જમીન પર નકકી કરી તેનો વિગતવાર અહેવાલ ચાર મહીનાના સમયમાં રજુ કરવા ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા રાજ્ય સરકારને હુકમ કરવામાં આવ્યો હતા.ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી ૬૫ વરસથી અનિશ્ચિત બન્નીની હદ સીમાઓ નિશ્ચિત થશે બન્નીનો ચોકકસ કેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તે પણ નિશ્ચિત થશે.

 ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા બન્ની વિસ્તારમાં સિમાંકન નક્કી કરવા માપણીની શરૂઆત કરી છે અને માલધારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. માલધારીઓએ જણાવ્યું કે, બન્નીનાં રક્ષિત જંગલોની અને તેને સંલગ્ન વિસ્તારનાં સિમાંકનની માપણી દરમિયાન સ્થાનિક લોકો વહીવટીતંત્રની મદદ કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ની માલધારી સંગઠન દ્વારા ટ્રીબ્યુનલમાં અરજી દાખલ થતા એક વરસથી ચાલી રહેલી સુનાવણીમાં 3જી જુલાઇનાં રોજ મહત્વપૂર્ણ મુદાઓ પર સુનાવણી થઈ હતી, લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણીમાં અરજીí સંગઠન તરફથી અડવોકેટ સંજય ઉપાધ્યાય દ્વારા દલીલ રજુ કરાઈ હતી કે, વર્ષ ૨૦૦૯ વન વિભાગ દ્વારા વર્કીગ પ્લાન મંજુર કરાવી તેનો અમલ ચાલુ કરવા પ્રયાસો કરાયા હતા પરંતુ સ્થાનિક લોકોના અધિકારોની માન્યતા બન્નીની હદોની માપણી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના અનુસંધાને ટ્રીબ્યુનલ દ્વારા કેન્દ્ર સરકારના વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રાલયને સાથે રાખીને ગુજરાત સરકાર દ્રારા બન્નીની હદો નકકી કરવા આદેશ કરાયો છે.

ટ્રીબ્યુનલે ગુજરાત સરકારના વન વિભાગને સવાલ કર્યો હતો કે જો બન્નીની હદ અને નીશાનો નકકી હોય તો તમે વર્કીગ પ્લાન બનાવ્યો શી રીતે ? બાબતે સરકારના વકીલ તરફથી કોઈ યોગ્ય જવાબ અપાયો હતો.

સાથે એડવોકેટ સંજય ઉપાધ્યાય દ્વારા એવી રજુઆત કરાઈ હતી કે રાજય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુકોડ ૧૮૭૯ હેઠળ જે મહેસૂલી સર્વે હાથ ધરાયો છે, તેનાથી સ્થાનિક માલધારીઓના સામુદાયિક વન અધિકારોનું હનન થઈ રહ્યું છે અને ગેરકાયદેસર દબાણોને છાવરવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે, જેના અનુસંધાને ટ્રીબ્યુનલ દ્રારા મૌખિક રીતે આવા તમામ સર્વેની કામગીરીને આવતી સુનાવણી સુધી મોકુફ રાખવા જણાવેલ છે

 

(1:08 am IST)
  • રાહુલને સુરત કોર્ટે ૧૦ ઓકટો. સુધી રાહત આપી : રાહુલ ગાંધીની વિવાદીત ટિપ્પણીનો મામલોઃ સુરત કોર્ટે ૧૦ ઓકટોબરની મુદ્દત આપી access_time 1:23 pm IST

  • જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના કગાર પર : એર ઈન્ડિયા સૌથી ટોચે:દેશમાં દેવાળું ફૂંકનારી સરકારી કંપનીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી વધારો : 2015-16માં આવી કંપનીઓની સંખ્યા 48 હતી, જે 2017-18માં વધીને 56 થઈ ગઈ: આ તમામ કંપનીઓમાં એર ઈન્ડિયા ટોચ પર છે. access_time 1:04 am IST

  • મધ્ય ગુજરાતના ચાંદીપુરા તાવનો રોગચાળો? બાળકીનો ભોગ લેવાયો : એલર્ટ : મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવથી તંત્ર સતર્ક : ભાયલી ગામની ચાર વર્ષની બાળકીનું થયુ મોતઃ પુનાની વાયરોલોજી લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : વડોદરાની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ઝાડા, તાવ,ઉલ્ટી, માથાનો દુઃખાવો મુખ્ય લક્ષણો : છોટાઉદેપુરની મૃતક બાળકીનો રીપોર્ટ હજુ બાકી : લક્ષણો શરૂ થયાના ૪૮ થી ૭૨ કલાકમાં થઈ શકે છે મૃત્યુ access_time 1:21 pm IST