Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મહેસાણા પોલીસે 7 5લાખની છેતરપિંડીનો કેસ ઉકેલ્યો બે નાઈઝિરિયન સહીત પાંચ શખ્શોને દિલ્હીથી ઝડપ્યા

ફેસબુક ફ્રેન્ડ બનાવી ગિફ્ટની લાલચ આપીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 75 લાખ પડાવ્યા

મહેસાણા પોલીસે 75 લાખની સાયબર ક્રાઇમ થકી થયેલી છેતરપિંડીનો કેસ ઉકેલ્યો છે  આ એક્સમાં બે નાઇઝિરીયન સહિત કુલ પાંચ શખ્સોને દિલ્હીથી ઝડપી લીધા છે

   આ અંગેની વિગત મુજબ મહેસાણાના વિસનગરના નિવૃત કર્મચારી જૈસંગ ચૌધરી સાથે એફબી પર ફ્રેન્ડશીપ કરીને તેઓને ગિફ્ટની લાલચ આપીને ત્યારબાદ મની લોન્ડરીંગ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને આ ગેંગે જુદાજુદા એકાઉન્ટમાં કુલ 75 લાખ પડાવ્યા હતા

. જે બાદ પીઓએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટનામાં 2 મહિના બાદ નિવૃત કર્મચારીએ ફરિયાદ કરતા પોલીસે ધીરેધીરે તપાસ કરીને આ ઠગ ટોળકીને દિલ્હીથી ઝડપીને આ કેસ ઉકેલી નાખ્યો છે. હવે પોલીસે આ ઠગ ટોળકીએ કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે તેની તપાસ શરૂ કરી છે. જો કે પોલીસને આ નાઇઝિરિયન સાથે ભાષાને લઇને ઘણી તકલીફો પડી રહી છે.

(11:20 pm IST)