Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દારૂની પરમિટ રિન્યૂ કરવા 10 હજારની લાંચ લેતા નવસારી સિવિલ સર્જન એસીબીની ટ્રેપમાં સપડાયા

.નવસારીમાં  સિવિલ સર્જન 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

   મળતી વિગત મુજબ નવસારીમાં ડો. અનિલ ટી. કોડનાની એમ.જી. જનરલ હોસ્પિટલમાં ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે ફરજ બજાવે છે.

   ફરિયાદ લીકકર હેલ્થ પરમીટ ધરાવતા હોવાથી તેને રીન્યુ કરવા માટે સિવિલ સર્જનનો અભિપ્રાય જરૂરી હોય છે. જેના પગલે સિવિલ સર્જને અભિપ્રાય આપવા માટે રૂ. 10,000ની લાંચની માંગણી કરી હતી.

    ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી.એ નવસારી હોસ્પિટલમાં લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા

આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી પી.ડી. બારોટ, પો. ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી પો.સ્ટે. સુપર વિઝન અધિકારી એન.પી. ગોહિલ, મદદનીશ નિયામક એ.સી.બી સુરત એક હાજર હતા. .

(8:53 pm IST)