Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

થરાદમાં ગળેફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું

પૈસાની લેતીદેતી બાબતે ધમકી મળતા આપઘાત કર્યાનું પરિવારજનોને કર્યો આક્ષેપ

થરાદના શિવનગરમાં ગળે ફાંસો ખાઇને યુવાને જીવન ટુંકાવ્યાની ઘટના બની. બે સંતાનોના પિતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં ચકચાર મચી ગઇ છે. પરિવારજનોએ કેટલાક લોકો તરફથી પૈસાની લેતીદેતી બાબતે ધમકી મળતા આત્મહત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો.

  પોલીસે યુવકની લાશને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. કોની પાસેથી પૈસાની લેતી દેતી કરી હતી તે બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી પોલીસે આ બાબતે આગળ તપાસ હાથ ધરી છે.

(8:44 pm IST)