Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને વિદ્યાર્થીઓનો હલ્લાબોલ:કેરી ફોરવર્ડ નિયમ લાગુ કરવા માંગ :સુત્રોચાર

આવેદન આપવા જતા કુલપતિએ પોલીસ બોલાવી ;દરવાજાને તાળા મારવી દીધા

સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા રેલી કાઢી કોલેજ કેમ્પસ અને વીસીના ચેમ્બર બહાર વિરોધ કર્યો હતો ભાવનગર અને અમદાવાદની જેમ કેરી ફોરવર્ડ નિયમ લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરીને રામ ધૂન અને વીસી વિરુદ્ધ સૂત્રો ચાર કરી હલ્લા બોલ કર્યો હતો.

સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી છાત્રો દ્વારા અને NSUI દ્વારા હલ્લા બોલ કરી વિરોધ કરાયો હતો.વારંવાર ભાવગર અને અમદાવાદ યુનિવર્સિટીની જેમ કેરી ફોરવર્ડની નિયમ હેઠળ માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ વિરોધ સાથે કુલપતિને આવેદન પત્ર આપવા ચેમ્બર બહાર પહોંચતા વીસીએ પોલીસ બોલાવાની સાથે વીસીની ચેમ્બર બહારના સિક્યુરિટી દ્વારા દરવાજાને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.

  કલાકો સુધી વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ રહેતા વીસીએ પોતાની ઓફિસની બહાર પાછલા દરવાજે નીકળી ગયા હતા.પોતાની માંગ લઈ ને મોટી સંખ્યામાં પહોંચેલા વિદ્યાર્થીઓ વીસી નહીં મળતા વીસીના નિવાસસ્થાને જઇ તેનાં ગેઇટ બહાર બેસી અને તેમના બંગલાનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો.કોઈ અનઇચ્છનિય બનાવ ના બને તે માટે મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ NSUI દ્વારા ચીમકી પણ આપવમાં આવી હતી કે આવનારા દિવસોમાં કેરી ફોરવર્ડ નિયમ દક્ષીણ ગુજરાતની યુનિવર્સિટીમાં લાગુ નહીં કરાય તો ઉગ્ર વિરોધ કરાશેની પણ ચીમકી આપી હતી.

(8:36 pm IST)