Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વાવ તાલુકામાં જર્જરિત નર્મદા કેનાલ પ્રશ્ને ખેડૂતો થાક્યા તંત્ર સામે ઉગ્રને બદલે ઉદાર બન્યા:સ્વખર્ચે રીપેરીંગ કર્યું

રાચ્છેના ગામની માઇનોર કેનાલ કેટલાય મહિનાથી જર્જરિત :

બનાસકાંઠાના ખેડુતો નર્મદા કેનાલની દયનિય હાલતથી થાક્યા છે વાવ તાલુકામાં પથરાયેલી નર્મદા કેનાલ છેલ્લા કેટલાંક સમયથી જર્જરીત હોઇ રીપેર થતી ન હતી.અધિકારીઓની બેદરકારી સામે ખેડુતો ઉગ્ર થવાને બદલે ઉદાર બન્યા છે. ખેડુતોએ સ્વખર્ચે નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. પંથકમાં ખેડુતોના વલણ સામે નર્મદાના સત્તાધીશો ક્લીન બોલ્ડ થયા છે.

   વાવ તાલુકાના રાછેણા ગામની નર્મદા માઇનોર કેનાલ છેલ્લા કેટલાક મહિનાથી જર્જરીત બની હતી. અધિકારીઓએ ઉનાળા દરમ્યાન નજરઅંદાજ કરતા ચોમાસું બેસી ગયુ છે. આથી વરસાદી પાણી સંગ્રહ થાય અને નજીકના ખેતરોમાં સિંચાઇ થઇ શકે તે માટે કેનાલ રીપેર થવી અત્યંત જરૂરી હતી. પંથકના ખેડુતો નર્મદાના અધિકારીઓનું વલણ પારખી સ્વખર્ચે રીપેર કરવા મથી રહ્યા છે.

(7:30 pm IST)