Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

રાધનપુર તાલુકામાં લાઈટ સહિતના કામોમાં 8 લાખનો ભ્રષ્ટ્રાચાર અધિકારી-અને સરપંચ સામે ખુદ પ્રમુખે ફરિયાદ કરતા ખળભળાટ

દેલાણા ગામે મજુર થયેલ કામમાં ગેરરીતિની ડીડીઓને ફરિયાદ કરી

રાધનપુર તાલુકા પંચાયત હેઠળના ગામે લાઇટ સહિત 10 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં 8 લાખનો ભ્રષ્ટાચાર અધિકારી અને સરપંચે ભેગા મળી કર્યો હોવાની ફરીયાદ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કરતા ખળભળાટ મચી ગયો છે.

  દેલાણા ગામે આયોજન, નાણાપંચ અને એટીવીટીના કામમાં ભ્રષ્ટાચારની ફરીયાદ DDOને કરતા પંથકમાં રાજકીય અને વહીવટી ગરમાવો વધી ગયો છે.

   પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામે વર્ષ 2018-19માં આયોજન અને એટીવીટી હેઠળ 10 લાખની LEDનું કામ મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં સરપંચ અને તાલુકા પંચાયતના એસઓ ઘ્વારા મળતિયા પાસેથી હલકી ગુણવત્તાની લાઇટો ખરીદી કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની ફરીયાદ ખુદ તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઇ ઠાકોરે કરી છે.

(7:25 pm IST)