Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગુરુપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ:અંબાજી મંદિરે દર્શન-આરતીના સમયમાં ફેરફાર :4-30 વાગ્યા પછી મંદિર બંધ રહેશે

આરતી બપોરે ૩.૩૦ તી ૪.૦૦ સુધી થશે:દર્શન સાંજના ૪.૩૦ કલાક સુધી ખુલ્લા રહેશે

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી મંદીરે કાલે મંગળવારે અષાઢ સુદ પુનમનાં રોજ રાત્રીના ૧.૩૦ થી ૩.૩૦ સુધી ચંદ્ર ગ્રહણ હોવાથી ધાર્મીક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી યાત્રાધામ અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. અને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે કેટલોક સમય બંધ પણ રહેનાર છે.

 સવારે ૦૭.૩૦ કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે ૦૬.૦૦ કલાકે કરાશે. જ્યારે બપોરે ધરાવાતો રાજભોગ પણ સવારે ૧૨.૩૦ કલાકે ધરાવાશે અને ત્યાર બાદ સાંજની સાત વાગ્યાની આરતી બપોરે ૩.૩૦ તી ૪.૦૦ કલાક સુધી થશે અને દર્શન સાંજના ૪.૩૦ કલાક સુધી ખુલ્લા રહેશે અને ત્યાર બાદ મંદિર બંધ રહેશે અને પછી બીજા દિવસે સવારની આરતી ૦૯.૦૦ કલાકે કરવામાં આવશે. ત્યાર બાદ દર્શન આરતી રાબેતા મુજબ કરાશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજ કૌશીકભાઈ ઠાકરે જણાવ્યુ હતુ.

સવારે આરતીઃ- ૦૬.૦૦ થી ૦૬.૩૦,
સવારે દર્શન – ૦૬.૩૦ થી ૧૧.૩૦,
બપોરે દર્શન ૧૨.૩૦ થી ૨.૦૦,
સાજની આરતી ૩.૩૦ થી ૪.૦૦,
દર્શન ૪.૦૦ થી ૪.૩૦ અને ત્યાર બાદ મંદિર સતદંર બંધ રહેશે અને બીજા દિવસે સવારની આરતી ૦૯ .૦૦ કલાકે થશે.

(7:19 pm IST)