Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મોડાસામાં એસટી બસ પાછળ છકડો રીક્ષા ઘુસી જતા ત્રણ વિદ્યાર્થીનીઓને ઇજા :

હજીરા ત્રણ રસ્તે ઉભેલી હિંમતનગર ઢેકવાની બસ પાછળ રીક્ષા ટકરાઈ

મોડાસા હજીરા વિસ્તારમાં એસટી બસ પાછળ છકડો રિક્ષા ઘુસી જતા રિક્ષામાં સવાર ત્રણ વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગર થી ઢેકવા જતી એસટી બસ ઊભી હતી. ત્યારે પાછળથી રિક્ષાના ચાલકે બસ સાથે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

  આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થિનીઓના શરીરે ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ ત્રણે વિદ્યાર્થિનીઓને અન્ય ખાનગી વાહન મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી હતી

   સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

 
(7:13 pm IST)