Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજ્યના પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર : રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટની વડોદરા બદલી : રાજકોટના નવા સીપી તરીકે મનોજ અગ્રવાલ મુકાયા : મોહન ઝાની જેલના વડા તરીકે નિયુક્તિ : નરસિમ્હા કોમર ભાવનગરના IG તરીકે અને રાજકુમાર પાન્ડિયાની સુરત IG તરીકે નિમણૂક : રાજકોટ રેન્જના IG બન્યા સંદીપસિંઘ : કુલ ૩૧ આઇપીએસ અધિકારીઓની બદલી : 9 રેન્જ આઇજીની પણ ટ્રાન્સફર : પૂરું લીસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

રાજ્યના પોલીસ તંત્રમાં મંગળવારે રાતે ધરખમ ફેરફારો કરાયા છે ગૃહવિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરતાં 31 આઈપીએસ અધિકારીઓ સાથે 9 રેન્જ IGની પણ બદલી કરી છે. આઈપીએસ અધિકારીઓના DCP ક્લિયર થયા બાદ આ બદલીઓ રથયાત્રા સુધી રોકી રાખવામાં આવી હતી. આ બદલીઓમાં રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, બોર્ડર રેન્જ ગોધરા રેન્જ સહિત ૩1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

   અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે સિંધે તાજેતરમાં જ પોતાની બદલી માટે માંગણી કરી હતી. પરંતુ રથયાત્રાના કારણે તે બદલી અટકી હતી આવનારા સમયમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ બદલાય તેવી શક્યતઓ છે.

  રાજકોટ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર બનાવાયા છે જ્યારે વડોદરા પોલીસ કમિશનર તરીકે પહેલા ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે ભટ્ટનું નામ ચાલતું હતું પરંતુ તેમની બાદબાકી થઇ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

  બદલી પામેલાના નવા પોસ્ટિંગ મુજબ રાજકોટ CP તરીકે મનોજ અગ્રવાલ,,વડોદરા CP તરીકે અનુપમસિંહ ગહેલોત,અને મોહન ઝાની જેલના વડા તરીકે નિયુક્તિ કરી છે જયારે મોહન ઝાના સ્થાને ટી.એસ. બિસ્ટની નિમણૂક થઇ છે સંજય શ્રીવાસ્તવને લો એન્ડ ઓર્ડરનો હવાલો અપાયો છે શમશેરસિંહની આર્મ્ડ યુનિટના ADG તરીકે નિયુક્તિ કરાઈ છે જયારે તીર્થરાજની માનવ અધિકારના DG તરીકે વરણી થઇ છે જયારે કે.એલ. રાવની ADG ઈન્કવાયરી તરીકે વરણી કરાઈ છે નરસિમ્હા કોમર ભાવનગરના IG તરીકે નિમાયા છે રાજકુમાર પાન્ડિયાની સુરત IG તરીકે નિમણૂક કરાઈ છેપોલીસ હાઉસિંહ કોર્પો.ના MD તરીકે હસમુખ પટેલની વરણી થઇ છે જયારે કે.કે. ઓઝાની SC/ST વિભાગના ADG તરીકે નિમણૂક થઇ છે.

કોને ક્યા મુકાયા : 
રાજકોટના CP તરીકે મનોજ અગ્રવાલ 
અનુપમસિંહ ગેહલોત બન્યા વડોદરાના પોલીસ કમિશનર
વડોદરા CP મનોજ શશીધરની બદલી
મનોજ શશીધરને પંચમહાલ રેન્જના IG બનાવાયા
એડિ. ડીજી મોહન ઝાની જેલમાં નિમણૂક
ટી.એસ.બિસ્ટ ડીજી ઓફિસમાં મુકાયા
સજંય શ્રીવાસ્તવ લૉ એન્ડ ઓર્ડરના વડા બન્યા
વિકાસ સહાય ટ્રેનિંગ વિભાગમાં મુકાયા
એડી.DG કે.કે ઓઝાની SC/STમાં બદલી
વી.એમ.પારગી SCRBમાં મુકાયા 
અજય તોમર CID ક્રાઈમના એડિ.DG બન્યા
શમશેરસિંઘ આર્મ્સ યુનિટમાં મુકાયા
અમદાવાદના JCP રાવની બદલી
હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મુકાયા
રાજકોટના JCP ડી.એસ.ભટ્ટની બદલી
ડી.એસ.ભટ્ટ એન્ટી કરપ્શન બ્યૂરોમાં મુકાયા
રાજકોટ રેન્જ IG ડી.એન પટેલની બદલી
ડી.એન પટેલની સુરત શહેરમાં બદલી
જે.આર.મોથાલિયાની અમદાવાદ ટ્રાફિકમાં નિમણૂક
ભરૂચના SP સંદીપસિંઘને મળ્યું પ્રમોશન
રાજકોટ રેન્જના IG બન્યા સંદીપસિંઘ
બોર્ડર રેન્જના IG પિયૂષ પટેલ આર્મ્સ યુનિટમાં મુકાયા
ડી.બી.વાઘેલા બન્યા બોર્ડર રેન્જના IG
વડોદરા DCP ગૌતમ પરમારને મળી બઢતી
રેલવેમાં IG તરીકે નિયુક્તિ
વડોદરાના DCP સચિન બાદશાહને મળ્યું પ્રમોશન
અમદાવાદના DCP મુલિયાણાને પણ મળી બઢતી
તિર્થરાજ હ્યુમન રાઈટ્સમાં એડી.ડિરેક્ટર
સુભાષ ત્રિવેદી મુકાયા જૂનાગઢ રેન્જમાં

(12:53 am IST)