Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદની રાજપથ ક્લબને સીલ કરાઈ :આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામની સમસ્યા:હાઇકોર્ટની ઝાટકણી બાદ મનપાની કાર્યવાહી

અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ રાજપથ ક્લબને એએમસી દ્વારા સીલ કરાઈ છે  AMC ટ્રાફિક સમસ્યાને લઈને સીલ માર્યું છે રાજપથ ક્લબની બહાર આડેધડ પાર્કિંગને લઈને એસજી હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતો હતો. ટ્રાફીકની સમસ્યાના કારણે એએમસીએ રાજપથ ક્લબને મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સીલ મારી દીધી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આજે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને ટ્રાફિકના વડાને ટ્રાફિક સમસ્યાને લઈને આડા હાથે લીધા હતા. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, તમે નો પાર્કિંગના પાટિયા મારીને સંતોષ માનો છો, ના તમારી ઈચ્છા શક્તિ છે ના તમારૂ સમર્પણ છે કે ના તમે કામ માટે કોઈને ટ્રેનિંગ આપી છે
   હાઈકોર્ટે શહેર પોલીસ કમિશનરને કહ્યું કે, તમે શહેરનો એક ચક્કર મારીને પાછા હાઈકોર્ટ આવો. તે ઉપરાંત હાઈકોર્ટે એએમસીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પણ કહ્યું હતું.

  
બિસ્માર રસ્તા, પાર્કિંગને લઈને પોલીસ કમિશનર ખાતરી આપતા હાઈકોર્ટે તેમને વધુ એક તક આપી હતી. આના પગલે આજે એએમસીએ પગલા ભરીને પહેલા સ્ટેપમાં રાજપથ ક્લબ આગળ થતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે તેને સીલ મારી દીધું છે. હજું પણ અમદાવાદમાં ટ્રાફિક અને ખરાબ રસ્તાઓને લઈને પગલાઓ ભરવામાં આવી શકે છે.

(10:23 pm IST)