Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી થઈ

સાવધાન રહેવાની સલાહ અપાઈ

અમદાવાદ, તા.૧૬ : અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં હજુ પણ વરસાદ ખૂબ ઓછો છે. આવી સ્થિતિમાં આજે આગાહી કરવામાં આવ્યા બાદ લોકો વરસાદને લઈને ઉત્સુક દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું.

(8:32 pm IST)