Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગાંધીનગરમાં હિટ એન્ડ રન: કારની હડફેટે રાહદારી ખેડૂતનું મોટ

ગાંધીનગર: જિલ્લામાં અકસ્માતની સંખ્યા વધી રહી છે ત્યારે રખિયાલના ભાડરોડા ગામની સીમમાં ખેતરેથી પરત ફરી રહેલા આધેડ કાળુસિંહ કોદરસિંહ સોલંકી માર્ગ ઉપરથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન એક ઈકો કાર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો.

જ્યાંથી કાળુસિંહને સારવાર માટે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્રથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવાતા હતા તે દરમ્યાન જ રસ્તામાં તબિયત લથડતાં તેમનું મોત નીપજયું હતું. આ સંદર્ભે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. તો અકસ્માતની અન્ય એક ઘટનામાં રાહુલજી અરવિંદજી ઠાકોર રહે.

જીંડવા દહેગામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ૧૨ તારીખે સાંજે નોકરી પુર્ણ કર્યા બાદ તેના જ ગામના વતની અને દહેગામ ટી.આર.બી. ના જવાન તરીકે ફરજ બજાવતા વિરાટસિંહ પાસે ગયા હતા. જ્યાંથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છત્રસિંહ મેલાજી ઠાકોર સાથે બાઈક પર ગામ તરફ રવાના થયા હતા.

(6:12 pm IST)