Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

નોકરી મેળવવા માટે વિજ્ઞાનનો સહારો લેવો પડશે, વિજ્ઞાન આપણા ભવિષ્‍યનું નિર્માણ કરશેઃ ધર્મ અને મંદિરો કરતા વિજ્ઞાન તરફ વળવા સામ પિત્રોડાની અપીલ

ગાંધીનગરઃ  ગાંધીનગર ખાતે ટેકનોક્રેટ સામ પિત્રોડાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ધર્મ અને મંદિરો કરતા વિજ્ઞાન તરફ વળશો તો નોકરી મળશે.

તેમણે એમ પણ કહ્યુ કે, જ્યારે રોજગારી આપવાની વાત કરવામાં આવે છે ત્યારે તેને રાજકીય રંગ આપવામાં આવે છે. ખુબ જોરશોરથી વાતો કરવામાં આવે છે પણ તેમા સત્વ ખુબ હોય છે. ભારત દેશમાં જ્યારે હું ધર્મ, ભગવાન, જ્ઞાતિ વિશેની ચર્ચા હું સાંભળુ છુ ત્યારે મને ચિંતા થાય છે. આ દેશની ચિંતા થાય છે. મંદિરો રોજગારી આપવાની નથી. માત્ર વિજ્ઞાન જ એ કરી શકશે. જો કે, જાહેર જીવનમાં વિજ્ઞાન વિશે જવલ્લે જ ચર્ચા થાય છે”.

સામ પિત્રોડાએ એમ કહ્યુ કે, આ દેશના યુવાનોને રાજકારણીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. એવી દિશામાં આ યુવાધન જઇ રહ્યુ છે જે ખોટો રસ્તો છે. રોજગારી પેદા કરવા માટે જે યોગ્ય અભિગમ જોઇએ તે આ દેશમાં નથી. આપણા દેશમાં નકામા વિષયો પર મોટી ચર્ચા થાય છે અને મારા માટે એ ચિંતાજનક બાબત છે. તુચ્છ બાબતો વિશે ચર્ચાઓ કરીએ છીએ. યુવાનોને ગેરમાર્ગે દોરીએ છીએ. આપણે તેમને સત્ય હકિકત કહેતા નથી. આપણે તેમના સમક્ષ જુઠુ બોલીએ છીએ”.

રાજકારણીએ વિશે સામ પિત્રોડાએ કહ્યુ કે, ઘણા બધા નેતાઓ માત્ર બકવાસ કરે છે. તેમણે જીવનમાં ખાસ કાંઇ મેળળ્યુ નથી. માત્ર ભાષણબાજી જ કરી છે. આપણા દેશના યુવાનોને માર્ગદર્શન આપવા માટે તેઓ લાયક નથી

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સાથે કામ કરી ચૂકેલા સામ પિત્રોડાએ કહ્યુ કે, અત્યારે ટેકનોલોજીના કારણે નોકરીઓ જોખમમાં છે. રોજગારી પેદા કરવીએ સૌથી મોટી ચેલેન્જ બની છે. ભૂતકાળને ભુલીનો ભવિષ્ય તરફ નરજ કરો અને રોજગારી પેદા કરો. આ માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર ભાર મૂકવો જોઇએ. કેમ કે, એકમો રોજગારી આપે છે

(5:55 pm IST)