Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગુતાલ હાઇવે પરથી અમદાવાદની ટીમે વિદેશી દારૂના મુખ્યસુત્રધારને દબોચ્યો

અમદાવાદ:ની ટીમે ગુતાલ હાઈવે પરથી ટ્રકમાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૩૨,૯૭,૩૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂની હેરાફેરીમાં મુખ્ય સૂત્રધારને રાજનગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. 
આરઆરસેલ અમદાવાદની પોલીસ ટીમે ગુતાલ હાઈવે પરથી ગત તા. ૨૩-૬-૧૮ના રોજ ટ્રકમાંથી વિદેશી દારૂ રૂ. ૨૨,૯૬,૮૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ ટ્રક સાથે અમરસિંહ બારૈયાને ઝડપી પૂછપરછ કરતા વિદેશી દારૂની હેરાફેરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે દિલીપભાઈ લ-મણભાઈ પરમારનું નામ ખુલ્યું હતું. આ આરોપીને રાજનગર ખાતેથી પકડી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી દિલીપભાઈ લ-મણભાઈ પરમાર (રે. રાજનગર તાબે મુજપુરા)ના તા. ૧૮-૭-૧૮ સુધીના રીમાન્ડ આપવામાં આવ્યા છે. 

(5:53 pm IST)