Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આડા સંબંધને લઈને ગળતેશ્વરના જૂની માલવણમાં તલવારથી હુમલો થતા એકને ઇજા

ગળતેશ્વર: તાલુકાના જૂની માલવણમાં આડા સંબંધ હોવાનો વહેમ રાખી હુમલો કર્યાના બનાવ અંગે સેવાલિયા પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના જૂની માલવણમાં રહેતા તૃષારભાઈ ચંદ્રકાંત પટેલ ગઈકાલે સવારે બેંકના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે મહેશભાઈ ચંદુભાઈ પરમારે તૃષારને રસ્તામાં ઊભો રાખી તું મારી ભાભી સાથે કેમ આડો સંબંધ ધરાવે છે. આડા સંબંધ રાખવાનું બંધ કરી દેજે તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તૃષારે જણાવેલ કે તારી ભાભી સાથે મારે કોઈ સંબંધ નથી તેમ કહેતા મહેશભાઈ પરમારે ઉશ્કેરાઈ જઈ ઘરેથી તલવાર લઈ તૃષાર ઉપર હુમલો કરી ઈજા કરી હતી. આ બનાવ અંગે તૃષાર ચંદ્રકાંત પટેલે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ ચંદુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
જ્યારે સામા પક્ષે મહેશભાઈ ચંદુભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા સેવાલિયા પોલીસે તૃષાર પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:47 pm IST)