Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડતાલ : કોર્ટે અજેન્દ્રપ્રસાદને ૭ દિવસની જેલની સજા કરી

નડીયાદ તા. ૧૬ : વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદમાં નડિયાદ સેશન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારી છે. અગાઉ સુનાવણી વખતે મુદત પડતા કોર્ટે ૧૬ જુલાઈ પર સુનાવણી મુલતવી રાખી હતી. વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદાને પગલે આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી. કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કર્યા છે. તેમજ કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ તેમને સાત દિવસની સજા ફટકારવામાં આવી હતી.

૨૦૦૩માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ઘ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. ૧૯૮૪માં અજેન્દ્ર પ્રસાદની ગાદીપતિ તરીકે નિયુકિત કરવામાં આવી હતી.(૨૧.૩૧)

(4:16 pm IST)